જ્યારે માણસ કોઇ પ્રબળ ઇચ્છાથી વિચાર કરે છે,
ત્યારે તેમાં હકારાત્મક લાગણીઓ અને માન્યતાઓ ઉમેરે છે,
ત્યારે તે વિચાર બહારની દુનિયામાં હકીકત બને છે.
ચંદ્રકાંત જાદવ.
Gujarati Translation
મારી પ્રિયત્તમા તો એવા લાલ ગુલાબ જેવી છે જે જૂનમાં તાજું જ ખિલ્યું હોય.
મારી પ્રેમિકા તો લયબધ્ધ સંગીતમાં ગવાતા ગીત જેવી છે.
મારી પાતળી પ્રિયત્તમા જેટલી(ઘણી) ગોરી છે એટલો(ઘણો) હું તેનાં પ્રેમમાં છું.
હું તને ત્યાં સુધી પ્રેમ કરવાનો છું કે જ્યાં સુધી બધા દરિયા સુકાઇ ન જાય.
હાં! જ્યાં સુધી દરિયા સુકાઇ ન જાયઅને સુર્યની ગરમીથી બધા પહાડો પીગળીને
વહેવાં ન માંડે અને જિંદગીની રેતઘડીમાં બધી રેતી ખૂટી જાય ત્યાં સુધી હું તને ચાહવાનો છું.
હવે છુટાં પડવાનો સમય આવ્યો છે, પ્રિયે,
હા થોડા સમય માટે જ અલગ પડવાનો સમય આવી પહોંચ્યો છે,
પરંતું ચિંતા ના કરીશ વ્હાલી હું તને ફરીથી મળવા આવવાનો જ છું.
ભલે ને મારે દસ હજાર માઈલનો પંથ કેમ ન કાપવો પડે......!