Monday, 24 March 2008

કહું કેમ મુજને

કહું કેમ મુજને ગમો છો તમે,
દિવસ રાત દિલમાં રમો છો તમે..!

વિચારોમાં મારા સદાયે વસો,
છતાં ક્યાં કદીયે મળો છો તમે..!

સ્મરણ બસ તમારું કરું રાત દિન,
નયનના ઝરુખે રહો છો તમે..!

ગુન્હો ચાહવાનો કર્યો છે અમે,
સજા જોઇએ શું કરો છો તમે..!

હ્રદય પર મુકી હાથ સાચુ કહો,
કદી યાદ મુજને કરો છો તમે..!