Thursday, 13 March 2008

Thank You Chixs.

Dear Chixs,

તારાં વગર ક્ષિતીજનો સ્પર્શ ખરેખર સ્પર્શની કલ્પના બની રહેત, તારી મહેનત અને તારી આવડત અને તારાં પ્રેમ દ્વારા જ આ સુધી પહોંચી શકાયું છે. ખરેખર હું ખુબ ખુશ છું. આ પત્રથી વધારે ખુશીતો એની છે કે "ક્ષિતીજનો સ્પર્શ" "હવાના કિનારે" થવાનો છે. એટલે કે મારી સાથે તારો પણ ખુબજ સુંદર બ્લોગ સ્વરૂપ લઇ રહ્યો છે.

તારાં આ સહકાર બદલ ખુબ આભાર. તારાં બ્લોગમાં એકલું સૌંદર્ય જ સમાયેલું છે. અને એનુ સંપાદન એટલે સારી વસ્તુનું સંકલન માટે ખરેખર તારી આંખ અને તારૂ હ્રદય ખુબ યોગ્ય છે. તું જ આવું સંકલન કરી શકે છે.

તારાં બ્લોગ વિશે કંઇક લખવાની ઇચ્છા હતી પણ ખુબજ થોડાં શબ્દોમાં વિશાળ અર્થ આપી પુરું કરુ છું. "ઉપર લખેલું ખરેખર યોગ્ય જ છે."

તારાં બ્લોગનું નામ પણ ખુબજ યોગ્ય છે. જેનું અસ્તિત્વ જ નથી એની આહલાદક કલ્પનાજ એટલે "હવાના કિનારે". "હવાના કિનારે" બ્લોગ દ્વારાં લોકો સુધી સૌદર્યનું સંપાદન પહૉંચતું રહે એવી ઈશ્વર સમક્ષ અભ્યર્થના. હવાનો કિનારો હંમેશા સાંપડતો રહે એવી ઈચ્છા અને એનું સંપાદન હંમેશા ઠંડ્ડા પવન માફક પ્રિય વાંચકોને આહલાદકતા ફેલાવતું રહે એવી પ્રાર્થના.

તારો જ પરમમિત્ર.
-કુશલ "નિશાન" દવે.
(તા-૧૦ માર્ચ, ૨૦૦૮. સમય- ૬.૩૫ pm)

Note: આ પત્રનો તારાં બ્લોગમાં સહ્રદય સ્વીકાર કરવાં અરજ.
-કુશલ ચં. દવે.

1 comment:

Nishan said...

dhanyvad bhai mara patr ne shamel karva badal aabhar....

taaro param mitr

kushal "nishan"dave