ફાગણ ફોરમતો આયો… આયો રે આયો..
ફાગણ ફોરમતો આયો…
લાલ લાલ લાલ લાલ રંગ પેલા કેસુડાનો સરવર પર પથરાયો
ઋતુઓનો રાજા પેલો ફાગણ આંગણ આવી અલબેલો લહેરાયો..
ફાગણ ફોરમતો આયો… આયો રે આયો..
ફાગણ ફોરમતો આયો…
ચારેકોર ઘુમતાને લઇ લઇ પીચકારી હોળીનો ગુલાલ રચાયો
સરરર રંગ છુટે લાડકડો લાડ લૂટે, ઉરમાં ઉમંગ સમાયો..
ફાગણ ફોરમતો આયો… આયો રે આયો..
ફાગણ ફોરમતો આયો…
ગોરી ગોરા છોરા છોરી કરતા જી જોરાજોરી ફાગણને લેતા વધાયો
હોળી કેરાં રસ ઘેલાં હેતમાં હરખ ઘેલાં લૂંટે લાડ લૂંટાયો
ફાગણ ફોરમતો આયો… આયો રે આયો..
ફાગણ ફોરમતો આયો…
એના રંગે મલક રંગાયો રે આયો..
ફાગણ ફોરમતો આયો…
No comments:
Post a Comment